Certificate in Theatre Arts (CITA)

Certificate in Theatre Arts (CITA)

  • નાટક પરકાયા પ્રવેશ નહી પણ સ્વકાયામાં પરની લાગણીઓ, સંવેદનાઓ ઝીલી – તેને આંગિક, વાચિક, આહાર્ય, સાત્વિક દ્વારા આત્મસાત કરી પ્રસ્તુત કરી શકાય છે.
  • સારા અભિનેતા બનવાની અને નાટકની સુઝપુર્વકની કેળવણી
  • શાળા/કોલેજના ઉત્સવોમાં અને કલા મહાકુંભ તેમજ સપ્તધારાના આ સંદર્ભના કાર્યક્રમોમાં સમજ અને સજ્જતા કેળવીને ભાગ લઇ શકશો.
  • રાજ્યમાં વસતા અને નાટ્યકળા વિષયમાં રસ ધરાવતા લોકો શિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
  • નાટ્યકળા વિષયમાં વ્યવસાયિક અભ્યાસની ગુજરાતી માધ્યમમાં રાજ્ય વ્યાપી સગવડ ઉભી કરી લોકોને વ્યાવસાયિક કારકિર્દી ઘડવાની તક આપવી.
  • રાજ્યભરમાં અને સવિશેષ ગ્રામ્ય વિસ્તારોમાં નાટ્યકળા વિષયમા શિક્ષિત વ્યવસાયિકો તૈયાર કરવા.
  • નાટક દ્વારા નાગરિકોને ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તે દ્વારા જીવનકૌશલ્ય તથા માનવસંવેદના માટે જનજાગૃતિલક્ષી કાર્યક્રમો તૈયાર કરી શકાય,
  • નાટ્યકળાના માધ્યમે અસરકારક રીતે પ્રસ્તુતિ કરી સમાજલક્ષી સુધારામાં પણ ફાળો આપી શકાય.
  • લલિત કળાઓ માનવનું મન પ્રફુલ્લિત રાખે છે તેમજ સમાજના ઉત્કર્ષ માટે પણ તે ખૂબ જરૂરી છે. ઝડપથી અને મોટા પ્રમાણમાં કાર્યપૂર્ણ કરવા માટે દૂરસ્ત શિક્ષણ પદ્ધતિ એક ઉપયુક્ત માધ્યમ છે.
  • વ્યક્તિ રાષ્ટ્રનો સારો નાગરિક બને અને જ્ઞાનની ક્ષિતિજો ખુલતા, સમજતાં વિશ્વમાનવ બને.

વિશેષ:- નાટક પ્રજાની વધારે નજીક છે, કેમ કે લખી – વાંચી નહીં શકનારા પણ નાટકને માણી શકે છે. નાટકની પ્રત્યક્ષ દ્રશ્ય શ્રાવ્ય અસર થતી હોવાથી, નવલકથા કે કવિતા કરતા નાટકનો પ્રભાવ વધુ છે. તેની અસર પણ વધુ ચિરંજીવ હોય છે.

10th Pass

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
1. નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ CITA-01 6 View View
2. અભિનયના મૂળભૂત સિદ્ધાંતો અને નાટ્યનિર્માણના વિવિધ ઘટકો CITA-02 6 View View
3. પ્રાયોગિક CITA-03 8 View View

NIL

Term end exam (8 Credit : 200 Marks, 6 Credit : 100 Marks)
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
સત્રાંત ૫રીક્ષા : (ભારાંક 100%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત (થિયરી અને પ્રાયોગિક) ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.

નોધ: પ્રાયોગિક પરીક્ષા BAOU, અમદાવાદમાં લેવામાં આવશે.

અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષા(થિયરી અને પ્રાયોગિક)માં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

Rs. 3,000/-
Code: CITA
Credit: 20
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)