સ્વાઘ્યાય: પરમં ત૫:
સ્વાઘ્યાય: પરમં ત૫:
સ્વાઘ્યાય: પરમં ત૫:
શિક્ષણ, સંસ્કૃતિ, સદભાવ, દિવ્યબોધનું ધામડૉ. બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સિટી નામ;સૌને સૌની પાંખ મળે, ને સૌને સૌનું આભ,દશે દિશામાં સ્મિત વહે હો દશે દિશે શુભ-લાભ.
✦
અભણ રહી અજ્ઞાનના શાને, અંધકારને પીવો ?કહે બુદ્ઘ આંબેડકર કહે, તું થા તારો દીવો;શારદીય અજવાળા ૫હોંચ્યાં ગુર્જર ગામે ગામધ્રુવ તારકની જેમ ઝળહળે એકલવ્યની શાન.
✦
સરસ્વતીના મયૂર તમારે ફળિયે આવી ગહેકેઅંઘકારને હડસેલીને ઉજાસના ફૂલ મહેંકે;બંધન નહીં કો સ્થાન સમયના જવું ન ઘરથી દૂરઘર આવી મા હરે શારદા દૈન્ય તિમિરના પૂર.
✦
સંસ્કારોની સુગંધ મહેકે, મન મંદિરને ધામેસુખની ટપાલ ૫હોંચે સૌને પોતાને સરનામે;સમાજ કેરે દરિયે હાંકી શિક્ષણ કેરું વહાણ,આવો કરીયે આ૫ણ સૌ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ ...દિવ્ય રાષ્ટ્ર નિર્માણ... ભવ્ય રાષ્ટ્ર નિર્માણ...