Yoga Day Essay Competition

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા – ૨૦૨૬

તારીખ: ૧૫ જૂન, ૨૦૨૬

આગામી ૨૧મી જૂન 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે આપણી યુનિવર્સિટી દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની તક મળે તે હેતુથી નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને હાર્દિક આમંત્રણ છે.

📝 સ્પર્ધાના મુખ્ય વિષયો (Topics)

  • દરેક ઉંમરની વ્યક્તિ માટે યોગ અભ્યાસ (Yoga Practice for Every Age)
  • આધુનિક જીવનશૈલીમાં યોગનું મહત્વ (Importance of Yoga in Modern Lifestyle)
  • योग से विश्व कल्याण / યોગથી વિશ્વ કલ્યાણ (Global Welfare Through Yoga)

સ્પર્ધાના નિયમો અને શરતો (Rules & Regulations)

  • ઉંમર મર્યાદા (Age Limit): આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ ઉંમરની મર્યાદા નથી. કોઈપણ વયના વિદ્યાર્થી ભાગ લઈ શકે છે.
  • શબ્દ મર્યાદા (Word Limit): નિબંધ ૨૦૦૦ થી ૨૫૦૦ શબ્દોની મર્યાદામાં હોવો અનિવાર્ય છે.
  • ભાષા (Language): વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં નિબંધ લખી શકાય.
  • ફોર્મેટ (Submission Format): નિબંધ વર્ડ ફાઇલ (.docx), પીડીએફ (.pdf) અથવા સ્વચ્છ અક્ષરે લખેલી હસ્તપ્રત (Handwritten Scan Copy) ના ફોર્મેટમાં સ્વીકારવામાં આવશે.
  • સાહિત્યિક ચોરી (Plagiarism): ખાસ નોંધ લેવી કે નિબંધ સંપૂર્ણપણે મૌલિક હોવો જોઈએ. ઇન્ટરનેટ અથવા અન્ય પુસ્તકોમાંથી બેઠું લખાણ (Plagiarism) સ્વીકારવામાં આવશે નહીં. પ્લેજિયરિઝમ ચેક બાદ જ નિબંધ માન્ય ગણાશે.

📅 મહત્વની તારીખો અને સબમિશન પ્રક્રિયા

નિબંધ સ્વીકારવાની શરૂઆત: ૧૫ જૂન, ૨૦૨૬
નિબંધ સબમિટ કરવાની છેલ્લી તારીખ: ૨૨ જૂન, ૨૦૨૬ (સાંજે ૫:૦૦ વાગ્યા સુધી)

📩 કેવી રીતે મોકલવો?
પોતાનો તૈયાર કરેલો નિબંધ, પોતાનું નામ, રોલ નંબર / એનરોલમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ અને મોબાઈલ નંબર સાથે યુનિવર્સિટીના સત્તાવાર ઈમેલ આઈડી પર ઈમેલ દ્વારા મોકલી આપવાનો રહેશે. ઈમેલના સબ્જેક્ટ (Subject) માં "Yoga Day Essay Competition 2026" લખવું ફરજિયાત છે.

સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ ક્રમાંકના વિદ્યાર્થીઓને આગામી યુનિવર્સિટીના કાર્યક્રમમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.

આવો, આ યોગ ઉત્સવમાં આપણા વિચારોના માધ્યમથી જોડાઈએ અને સ્વસ્થ સમાજની રચનામાં સહભાગી થઈએ.

Quick Links

Announcements

Important Dates