University Song

યુનિવર્સિટી ગીત



  Download


સ્વાઘ્યાય: પરમં ત૫:
સ્વાઘ્યાય: પરમં ત૫:
સ્વાઘ્યાય: પરમં ત૫:

શિક્ષણ, સંસ્કૃતિ, સદભાવ, દિવ્યબોધનું ધામ
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સિટી નામ;
સૌને સૌની પાંખ મળે, ને સૌને સૌનું આભ,
દશે દિશામાં સ્મિત વહે હો દશે દિશે શુભ-લાભ.

અભણ રહી અજ્ઞાનના શાને, અંધકારને પીવો ?
કહે બુદ્ઘ આંબેડકર કહે, તું થા તારો દીવો;
શારદીય અજવાળા ૫હોંચ્યાં ગુર્જર ગામે ગામ
ધ્રુવ તારકની જેમ ઝળહળે એકલવ્યની શાન.

સરસ્વતીના મયૂર તમારે ફળિયે આવી ગહેકે
અંઘકારને હડસેલીને ઉજાસના ફૂલ મહેંકે;
બંધન નહીં કો સ્થાન સમયના જવું ન ઘરથી દૂર
ઘર આવી મા હરે શારદા દૈન્ય તિમિરના પૂર.

સંસ્કારોની સુગંધ મહેકે, મન મંદિરને ધામે
સુખની ટપાલ ૫હોંચે સૌને પોતાને સરનામે;
સમાજ કેરે દરિયે હાંકી શિક્ષણ કેરું વહાણ,
આવો કરીયે આ૫ણ સૌ ભવ્ય રાષ્ટ્ર નિર્માણ ...
દિવ્ય રાષ્ટ્ર નિર્માણ... ભવ્ય રાષ્ટ્ર નિર્માણ...

- ડૉ.રાજેન્દ્ર નાણાંવટી, ચંદ્રેશ મકવાણા અને યુનિવર્સિટી પરિવાર


Quick Links

Announcements

Important Dates