વિસ્તરણ પ્રવૃત્તિ સેલ
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાતમાં વ્યાપ્ત છે. પોતાના અભ્યાસકેન્દ્રો મારફત યુનિવર્સિટી ગુજરાતના ખૂણે ખૂણે અને છેવાડાના માનવી સુધી પોહચવાના પોતાના ઉદ્દેશને ચરીતાર્થ કર્યું છે. સમગ્ર ગુજરાતમાં અભ્યાસકેન્દ્રો મારફતે કાર્યશીલ યુનિવર્સિટીએ સમાજમાં સેવા થકી સમુદાય સાથે જોડાવાના ઉદ્દેશ્યથી,વિધાર્થીઓને સામાજિક મૂલ્ય અને જવાબદારી પ્રદાન કરવાના ઉમદા હેતુથી પોતાના વિસ્તરણ પ્રવૃત્તિ સેલને કાર્યરત કરેલ છે. આ વિભાગ દ્વારા ગામને દત્તક લઇ તેમાં અલગ-અલગ પ્રવૃત્તિઓથી શૈક્ષણિક અને સામાજિક જાગૃતતાની સાથે ગામના સમુદાયના વિકાસની કામગીરી કરે છે. ઉપરાંત સરકારશ્રી અને UGC દ્વારા શરૂ કરેલ નવી પહેલો અને યોજનાઓને વિસ્તરણ પ્રવૃત્તિ સેલનાં વિભાગ દ્વારા અભ્યાસકેન્દ્રો ,વિધાર્થીઓ અને જનસમુદાય સુધી પોહચાડી તેમને જાગૃત કરવાની કામગીરી કરે છે, સાથે સાથે યુનિવર્સિટી પોતાના કેમ્પસમાં પણ વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ અને રોજગારી પૂરા પાડતા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો દ્વારા સમાજના જરૂરિયાતમંદ સમુદાય સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ્યથી કામ કરે છે.