"સરસ્વતી સન્માન યોજના”
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ તથા સરકારી કોલેજોમાં શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ (જેમ કે ડીજીટલ ક્લાસરૂમ, લાઈબ્રેરી, લેબોરેટરી, સ્પોર્ટસ સાધનો, આઈટી સાધનો વગેરે) માટે "સરસ્વતી સન્માન યોજના (SSY)" અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનામાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ/એલ્યુમિની એસોસીએશન, સેવાભાવી સંસ્થાઓ, પ્રતિષ્ઠિત સામાજિક સંગઠનો રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય NGO, ટ્રસ્ટ, સોસાયટી, કોર્પોરેટ સંસ્થાઓ અને CSRની સહાય, NRI અને NRG ફંડ/સહાય, કોઈપણ નાગરિક/વ્યક્તિ પોતાના કે પોતાના માતા-પિતા કે સ્વજનના નામે દાન/નાણાકીય સહાય કરવા ઈચ્છતા હોય તેવા પ્રકારના દાતાઓ (લોકફાળો આપનાર વ્યક્તિ/સંસ્થા) સહાય કરવા ઈચ્છતા હોય તે નાણાંકીય સહાય આપી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધી મેચિંગ ગ્રાન્ટ રૂપે મળશે અને બાકીની રકમ CSR મારફતે ભરી શકાય છે, જે આપના માટે પણ એક સકારાત્મક સામાજિક યોગદાન સાબિત થશે
સહાય આપવા ઈચ્છતા વ્યક્તિ/સંસ્થા એ નીચેના નંબર પર જાણ કરવાની રહેશે: 9978433348