Bachelor of Education (B.Ed. ODL)

Bachelor of Education (B.Ed. ODL)

In service teacher's training programme

  NCTE દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થાના PTC, D.ED., D.EI.ED., C.P.ED., B.P.ED. વગેરે(સંસ્થાના NCTE કોડ નંબર સાથેનું પ્રમાણપત્ર જોડવું Face to Face Mode) ઔપચારીક અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષકો (નોકરીમાં કાર્યરત In-Service Teachers) અરજી કરી શકશે અને ઉમેદવાર હાલ શિક્ષક તરીકે સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં (બી.એડ્. અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયાના સમય સુધી) લઘુત્તમ બે વર્ષની પૂર્ણ સમયની સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ. તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઈજનેરી/તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, વિષયમાં 55% ગુણ સાથે સ્નાતક/અનુસ્નાતક થયેલ હોવા જોઈએ. (SC/ST વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ) તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% (150 માંથી 60) ગુણ મેળવનાર ઉમેદવાર જ મેરીટ અનુસાર પ્રવેશપાત્ર બનશે.

અભ્યાસક્રમ – વિવરણ : (પ્રથમ વર્ષ)


જૂથ A : ફરજીયાત પાઠ્યક્રમ (Compulsory Paper) (12 ક્રેડિટ = 09 બાહ્ય + 03આંતરિક)

શાળાના શિક્ષક તરીકેની વ્યવસાયિક જરૂરિયાત અને અભ્યાસક્રમના વિશા હેતુઓને લક્ષમાં લઈને પ્રત્યેકની 04 ક્રેડિટ ધરાવતા 03 પાઠ્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1. ES-101 અધ્યેતા અને વિકાસનું મનોવિજ્ઞાન 3 + 1
2. ES-102 વર્તમાન ભારતમાં શિક્ષણના પરિમાણો 3 + 1
3. ES-103 શિક્ષણ પ્રશિક્ષણ (Learning to Teach) 3 + 1

જૂથ B : વિષયવસ્તુ આધારિત પદ્ધતિશાસ્ત્રના પાઠ્યક્રમો (Method Paper) (08 ક્રેડિટ=06 બાહ્ય + 02આંતરિક)


શાળાના વિષયોમાં મેળવેલી લાયકાત અને શૈક્ષણિક અનુભવને ધ્યાનમાં લઇને નીચેના શાળાકીય વિષયોમાંથી ગમે તે બે વિષય પસંદ કરવાના રહેશે. આ વિષયવસ્તુમાં ગુજરાત સરકારશ્રીના ધોરણ 6 થી 12 ના પ્રવર્તમાન અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1 ES-111 વિજ્ઞાન અને ટેકનોલોજીનું અધ્યાપન 3 + 1
2 ES-112 ગણિતનું અધ્યાપન 3 + 1
3 ES-113 સામાજિક વિજ્ઞાનનું અધ્યાપન 3 + 1
4 ES-114 અંગ્રેજીનું અધ્યાપન 3 + 1
5 ES-115 હિન્દીનું અધ્યાપન 3 + 1
6 ES-116 ગુજરાતીનું અધ્યાપન 3 + 1
7 ES-117 સંસ્કૃતનું અધ્યાપન 3 + 1
8 ES-118 વાણિજ્ય વ્યવસ્થાનું અધ્યાપન 3 + 1
9 ES-119 નામાનાં મૂળતત્વોનું અધ્યાપન 3 + 1
10 ES-120 મનોવિજ્ઞાનનું અધ્યાપન 3 + 1

જૂથ C : ફાઉન્ડેશન પાઠ્યક્રમ (Foundation Paper) (04 ક્રેડિટ = 03 બાહ્ય + 01આંતરિક)

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1 ES-121 ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ 3 + 1

જૂથ D : વૈકલ્પિક પાઠ્યક્રમ (Optional Paper)(08 ક્રેડિટ = 06 બાહ્ય + 02 આંતરિક)

નીચેના આપેલા વિષયોમાંથી ગમે તે બે વિષય પસંદ કરવાના રહેશે.

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1 ES-131 શિક્ષણમાં પર્યાવરણ 3 + 1
2 ES-132 માનવ અધિકારો અને સમુદાય વિકાસ 3 + 1
3 ES-133 માર્ગદર્શન અને સલાહ 3 + 1
4 ES-134 વિશિષ્ટ શિક્ષણ (સ્પે. એજ્યુકેશન) 3 + 1
5 ES-135 સમાવેશક શાળા 3 + 1
6 ES-136 માધ્યમોનો શિક્ષણમાં વિનિયોગ 3 + 1

અભ્યાસક્રમ – વિવરણ : (દ્વિતીય વર્ષ)


જૂથ A : ફરજીયાત પાઠ્યક્રમ (Compulsory Paper) (12 ક્રેડિટ = 09 સૈદ્ધાંતિક + 03 પ્રાયોગિક)

શાળાના શિક્ષક તરીકેની વ્યવસાયિક જરૂરિયાત અને અભ્યાસક્રમના વિશાલ હેતુઓને લક્ષમાં લઈને પ્રત્યેકની 04 ક્રેડિટ ધરાવતા 06 પાઠ્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1 ES-201 શૈક્ષણિક પ્રૌધોગિકી અને ICT 3 + 1
2 ES-202 માપન અને મૂલ્યાંકન 3 + 1
3 ES-203 અધ્યયન અધ્યાપન સામગ્રી વિકાસ 3 + 1

જૂથ B : ફાઉન્ડેશન પાઠ્યક્રમ (Foundation Paper) (04 ક્રેડિટ = 03 સૈદ્ધાંતિક + 01 પ્રાયોગિક)

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1 ES-221 જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ 3 + 1

જૂથ C : વૈકલ્પિક પાઠ્યક્રમ (Optional Paper) (08 ક્રેડિટ = 06 સૈદ્ધાંતિક + 02 પ્રાયોગિક)

નીચેના આપેલા વિષયોમાંથી ગમે તે બે વિષય પસંદ કરવાના રહેશે.

અનુ.નં. કોર્સ કોડ કોર્સ શીર્ષક (વિષયનું નામ)બાહ્ય+ આંતરિક
1 ES-231 નિરીક્ષણ અધિકક્ષણ 3 + 1
2 ES-232 સમાજના વિશિષ્ટ વર્ગોનું શિક્ષણ / કન્યા કેળવણી 3 + 1
3 ES-233 સાહિત્ય દ્વારા શિક્ષણ 3 + 1
4 ES-234 દૂરવર્તી શિક્ષણ 3 + 1
5 ES-235 યોગ શિક્ષણ (CYS) 3 + 1
6 ES-236 ઈ-લર્નિંગ 3 + 1

જૂથ D : પ્રાયોગિક પાઠ્યક્રમ (Practical) (10 ક્રેડિટ પ્રાયોગિક કાર્ય)

અભ્યાસક્રમના વિષયોની આ શ્રેણીમાં કૌશલ્યના વિકાસ ઉપર ભાર મૂકવામા આવ્યો છે. પ્રાયોગિક કાર્ય જે તે સંબંધિત વિષયોના વિષયવસ્તુને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યો છે. પ્રાયોગિક અનુભવ નીચેના ત્રણ પ્રાયોગિક અભ્યાસક્રમોને અનુસરીને આપવામાં આવશે. પ્રાયોગિક કાર્ય ધોરણ 8,9,10,11 અને 12 માં જ કરવાનું રહેશે.

અનુ.નં. કોર્સ કોડ પ્રાયોગિક કાર્યપ્રાયોગિક
1 ES-241 શાળા આધારિત પ્રાયોગિક કાર્ય 4
2 ES-242 વર્કશોપ આધારિત પ્રાયોગિક કાર્ય 2
3 ES-243 પ્રાયોગિક પાઠ (એક વિષય પદ્ધતિ) 4

2 years duration but students may take up to 5 years to complete Admissions are done on the basis of the score obtained in the Entrance Test.

January

Course Fee

Rs. 20,000/-