Diploma in Mother & Child Health & Family Welfare (DMCH)

  • સગર્ભાવસ્થામાં માતાને પૂરતું ધ્યાન અપાવી શકાય.
  • નાદુરસ્ત માતાને ઓળખી વધારે સારી સારવાર આપી શકાય.
  • માંદગી દૂર કરી માતા અને બાળકનો મુત્યુદર ઘટાડી શકાય.
  • જન્મ ૫છી બાળક તંદુરસ્ત રહે તે માટેના ઉ૫ાયો સમજાવી શકાય.
  • કટુંબનિયોજન અંગેની માહિતી પૂરી પાડવી.

ધોરણ ૧૦ + ૨ પાસ (અંગ્રેજીની જાણકારી જરૂરી)

૨૪ ક્રેડિટના અભ્યાસક્રમમાં નીચે મુજબના ચાર પાઠયક્રમ રહેશે.

અ.નું.પાઠયક્રમનું નામપાઠયક્રમક્રેડિટપુસ્તિકા
૧.માતુબાળ સ્વાસ્થ્ય અને સગર્ભામાતાની સારવારDMCH-0141
૨.પ્રસૂતિ દરમ્યાન અને પ્રસુતિ ૫છીની સારવારDMCH-0241
૩.નવજાત શિશુ સંભાળ DMCH-0341
૪.કુટુંબનિયોજન અને સ્ત્રીઓની સામાન્ય તકલીફોનું નિરાકરણ્DMCH-0441
૫.પ્રેકટીકલ ૫રીક્ષા 8 
નોંધ: : જે તે અભ્યાસક્રમમાં ૪ ક્રેડિટના બે પાઠયક્રમ એકત્ર કરી શકય હોત ત્યાં ૮ ક્રેડિટની ભેગી ૩ કલાકની ૫રીક્ષા લેવામાં આવશે.

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)

  • દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.

(ર) સત્રાંત ૫રીક્ષા: (૮ ક્રેડિટ : ૭૦ ગુણ, ૪ ક્રેડિટ : ૩૫-ગુણ) (ભારાંક ૭૦%)

  • વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયકાર્યોમાં અને સત્રાંત ૫રીક્ષામાં અલગ-અલગ ઓછામાં ઓછા ૫૦% અથવા "C" ગ્રેડ મેળવવો જરૂરી છે. એકંદરે ૫૦% ગુણ થશે નહિ તો ફકત સત્રાંત ૫રીક્ષા પૂન: આપી એકંદરે ૫૦% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. નિર્ધારીત સ્વાધ્યાયકાર્યો ફરજિયાત રજૂ કરવાના રહેશે.